Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, વન વિભાગમાં દોડધામ

Amreli News: અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જના દલખાણીયા ગામના રેવન્યૂ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
Admin
AdminUpdated on: 26 Jun 2026 07:04 PM IST
અમરેલીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, વન વિભાગમાં દોડધામઅમરેલીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, વન વિભાગમાં દોડધામ

Amreli News: અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જના દલખાણીયા ગામના રેવન્યૂ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટનાની જાણ થયા બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સિંહના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ઘટનાની જાણ થયા બાદ અધિકારીઓ સ્થળ પર પહોંચવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગીર પૂર્વ ડિવિઝનના જસાધાર સહિતના વિસ્તારોમાં અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ મોતના બનાવો સામે આવ્યા હતા. તે ઘટનાઓના રિપોર્ટ હજુ સુધી જાહેર ન થતાં વધુ એક સિંહના મોતની ઘટનાએ વન વિભાગ માટે ચિંતા વધારી છે. હાલ વન વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.