કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર પ્રવાસ, 620 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર પ્રવાસ, 620 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે



Amit Shah Gandhinagar Visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે આવી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે આ અંગે માહિતી આપી હતી.
મળતી માહિતી અનુસાર, અમિત શાહ દ્વારા કુલ 6 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગરમાં અંદાજે રૂપિયા 620 કરોડના ખર્ચે 46 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મુલાકાત દરમિયાન અમિત શાહ કોલવડા ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખાસ મુલાકાત લેશે. ગંદા પાણીના શુદ્ધિકરણ સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કામગીરીની પણ તેઓ સમીક્ષા કરશે.
કાર્યક્રમોને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગાંધીનગર શહેરના વિકાસને ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્તને લઈને રાજકીય અને નાગરિક વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.




