અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો આ તારીખે કમોસમી વરસાદની શક્યતા



ફાઇલ તસવીર
અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો આ તારીખે કમોસમી વરસાદની શક્યતા



ફાઇલ તસવીર
Ambalal Patel Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં એપ્રિલ 19, 20 અને 21ના દિવસે રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ જણાવે છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ, બોટાદના કેટલાક વિસ્તાર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરાના કેટલાક ભાગના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે.
બીજી તરફ તેમણે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતાઓ પણ છે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતાઓ પણ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડી શકે છે. એપ્રિલની 26, 27, 28 તારીખે વધુ ગરમી પડશે. ત્યારે ઉત્તર ગુજરાતમાં 42થી 43 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 36થી 40 ડિગ્રી ગરમી પડે તેવી શક્યતા છે.
વધુમાં તેઓ કહે છે કે, એપ્રિલના અંતમાં ગરમી પડશે. 29 એપ્રિલથી લગભગ મેની શરૂઆતમાં ફરી હવામાન પલટાશે. 23મી મે આસપાસ દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. 11થી 20 મે દરમિયાન અરબસાગરમાં હલચલ જોવા મળશે. 17 મેથી જૂનની શરૂઆતમાં અરબસાગરમાં એક હલચલ જોવા મળશે.




