અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8ના મોત; RAF જવાનોએ બચાવ્યા અનેક લોકો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મોટો અકસ્માત સર્જાયો છે. ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને RAFના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
Rahul Desai
Rahul Desai
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8ના મોત; RAF જવાનોએ બચાવ્યા અનેક લોકોઅમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8ના મોત; RAF જવાનોએ બચાવ્યા અનેક લોકો

અમદાવાદ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર મહેમૂદપુરા ટેલેન્ટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આશરે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં ઘટના સમયે 8થી 10 લોકો કામ કરી રહ્યા હતા. આગ અને વિસ્ફોટના કારણે અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.

ફેક્ટરીની નજીક આવેલા વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનોએ ધડાકાનો અવાજ સાંભળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ ઘાયલો અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. તેમની સમયસરની કામગીરીને કારણે અનેક લોકોને બચાવી શકાયા હોવાનું જાણવા મળ્યું છે.

હાલ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.