અમદાવાદમાં 11 ઓગસ્ટે રાયપુરથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા, 11 સ્વાગત સ્ટેજ સાથે થશે દેશભક્તિનો મહોત્સવ

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આગામી 11 ઓગસ્ટે યોજાનારી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાના આયોજનને આખરી ઓપ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ મુખ્ય કચેરી ખાતે મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Rahul Desai
Rahul Desai
અમદાવાદમાં 11 ઓગસ્ટે રાયપુરથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા, 11 સ્વાગત સ્ટેજ સાથે થશે દેશભક્તિનો મહોત્સવઅમદાવાદમાં 11 ઓગસ્ટે રાયપુરથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા, 11 સ્વાગત સ્ટેજ સાથે થશે દેશભક્તિનો મહોત્સવ

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આગામી 11 ઓગસ્ટે યોજાનારી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાના આયોજનને આખરી ઓપ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ મુખ્ય કચેરી ખાતે મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

11 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે રાયપુર સ્થિત બિગ બજાર પાસેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. યાત્રા રાયપુર ચાર રસ્તા અને ખાડિયા ગેટ થઈ સારંગપુર ચાર રસ્તા ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચશે. અહીં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ યાત્રાનું સમાપન થશે.

યાત્રાના રૂટ પર તિરંગાના રંગોથી સજાવટ ઉપરાંત કુલ 11 સ્વાગત સ્ટેજ ઉભા કરવામાં આવશે. દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, AMCના થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર અને રીલ સ્પર્ધા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

નાગરિકોની સુરક્ષા માટે પોલીસ, હોમગાર્ડ, ફાયર વિભાગ અને મેડિકલ મોબાઇલ ટીમની વ્યવસ્થા રહેશે. મોટી સંખ્યામાં શહેરીજનો, રમતવીરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યાત્રામાં જોડાશે. યાત્રાનું ડિજિટલ માધ્યમથી પણ પ્રસારણ કરવામાં આવશે.