Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર પિતા-પુત્ર દારૂના જથ્થા સાથે ઝડપાયા,

અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડ પર આવેલા ગુલમોહર ગ્રીન બંગ્લોમાં બોડકદેવ પોલીસે દરોડા પાડી રૂ. 8.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બે વર્ષ પહેલાં બંગલો ભાડે રાખ્યો હતો અને હાલ પોલીસ દારૂના સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jul 2026 01:09 PM IST
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર પિતા-પુત્ર દારૂના જથ્થા સાથે ઝડપાયા,અમદાવાદના સાયન્સ સિટી રોડ પર પિતા-પુત્ર દારૂના જથ્થા સાથે ઝડપાયા,

ફાઈલ ફોટો

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડ પર આવેલા ગુલમોહર ગ્રીન બંગ્લોમાં બોડકદેવ પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી આશરે રૂ. 8.89 લાખનો વિદેશી દારૂ જપ્ત કરીને પિતા-પુત્રની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે ગુલમોહર ગ્રીન બંગ્લોમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે બોડકદેવ પોલીસની ટીમે દરોડા પાડતા મકાનના સ્ટોરરૂમ, બેડરૂમ તેમજ ફ્રિજમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે મૂળ પંજાબના 23 વર્ષીય કવિષ ભાટીયા અને તેમના 56 વર્ષીય પિતા કિરણ ભાટીયાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે 200 વિદેશી દારૂની બોટલો અને 48 બિયરના ટીન સહિત કુલ રૂ. 8.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિરણ ભાટીયાએ આશરે બે વર્ષ પહેલાં આ બંગલો ભાડે રાખ્યો હતો. હાલ પોલીસ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇન શું હતી અને તેનો વેચાણ કોને કરવામાં આવતું હતું તે સહિતના મુદ્દે તપાસ કરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.