Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે અસલાલીમાંથી ₹2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે અસલાલીમાં આવેલા ગેરકાયદેસર જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેના આધારે પોલીસે કાલે દ રોડો પાડીને 2 લાખ કરતા વધારે કિંમતો ભારતીય બનાવટી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. આ કેસમાં એક આરોપીને પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Jun 2026 11:30 AM IST
અમદાવાદ ગ્રામ્ય પોલીસે અસલાલીમાંથી ₹2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયોઅમદાવાદ ગ્રામ્ય પોલીસે અસલાલીમાંથી ₹2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન અસલાલી પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી ₹2.58 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન અને પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સના સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબીની ટીમે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નવાપુરા ગામે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે વિજયભાઈ અમરતભાઈ ચુનાર (રહે. નવાપુરા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ)ના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ ₹2,58,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. કરમટીયા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.