અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પર હુમલો, ગડદાપાટુ-લાકડીથી પોલીસકર્મીઓને માર્યા



ફાઇલ તસવીર
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પર હુમલો, ગડદાપાટુ-લાકડીથી પોલીસકર્મીઓને માર્યા



ફાઇલ તસવીર
અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના બની છે. જેમાં હાલ ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, નળ સરોવરના ધરજી ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. ધરજી ગામમાં નશાકારક દ્રવ્ય મામલે રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન ગામલોકોએ પોલીસને ઘેરી લીધી હતી. ત્યારબાદ પોલીસ જવાનોને લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયા છે. આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ બદલ ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે વાયરલ થયેલા વીડિયોને આધારે તમામ લોકોને ઝડપી લેવા માટે કામગીરી હાથ ધરી છે.




