Get News Alerts

Never miss breaking news updates.

નારણપુરામાં REDDY ANNA વેબસાઈટ આધારિત સટ્ટાબેટિંગ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ શહેરના નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબેટિંગના નામે ચલાવવામાં આવતા રેકેટનો પર્દાફાશ કરવામાં નારણપુરા પોલીસની સર્વેલન્સ ટીમને મહત્વની સફળતા મળી છે. પોલીસે REDDY ANNA નામની વેબસાઈટ મારફતે ગ્રાહકોને ઓનલાઈન સટ્ટાબેટિંગ માટે આઈડી ઓપન કરાવી ખોટા પ્રલોભનો આપી નાણાં પડાવનારા આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Admin
AdminUpdated on: 24 Jun 2026 06:46 PM IST
નારણપુરામાં REDDY ANNA વેબસાઈટ આધારિત સટ્ટાબેટિંગ રેકેટનો પર્દાફાશનારણપુરામાં REDDY ANNA વેબસાઈટ આધારિત સટ્ટાબેટિંગ રેકેટનો પર્દાફાશ

Ahmedabad Police: અમદાવાદ શહેરના નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબેટિંગના નામે ચલાવવામાં આવતા રેકેટનો પર્દાફાશ કરવામાં નારણપુરા પોલીસની સર્વેલન્સ ટીમને મહત્વની સફળતા મળી છે. પોલીસે REDDY ANNA નામની વેબસાઈટ મારફતે ગ્રાહકોને ઓનલાઈન સટ્ટાબેટિંગ માટે આઈડી ઓપન કરાવી ખોટા પ્રલોભનો આપી નાણાં પડાવનારા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓ ગ્રાહકો પાસેથી છળકપટથી મેળવેલા નાણાં પોતાના મળતિયાઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા અને આ એકાઉન્ટ્સ પર સંપૂર્ણ કંટ્રોલ રાખીને નાણાંની લેવડદેવડનો વ્યવહાર સંચાલિત કરતા હતા. પોલીસે રેકેટમાં વપરાતા લેપટોપ, મોબાઇલ ફોન, સિમ કાર્ડ અને રાઉટર સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો પણ કબજે કર્યા છે.

અમદાવાદ શહેરમાં ઓનલાઈન ગેમિંગ અને મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે નારણપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.યુ. તરાલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ બાતમી અને ટેકનિકલ તપાસના આધારે કાર્યવાહી કરીને ઓનલાઈન ગેમિંગ રેકેટનો ભાંડો ફોડ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.