Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદઃ મોરૈયા નજીક બ્રિજ પર ગંભીર અકસ્માત; બે લોકોના મોત, ત્રણ લોકો ગંભીર

Ahmedabad Accident: અમદાવાદ નજીક મોરૈયા ગામ બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. બાવળા તરફથી અમદાવાદ તરફ આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો.
Admin
AdminUpdated on: 17 May 2026 07:56 PM IST
અમદાવાદઃ મોરૈયા નજીક બ્રિજ પર ગંભીર અકસ્માત; બે લોકોના મોત, ત્રણ લોકો ગંભીરઅમદાવાદઃ મોરૈયા નજીક બ્રિજ પર ગંભીર અકસ્માત; બે લોકોના મોત, ત્રણ લોકો ગંભીર

Ahmedabad Accident: અમદાવાદ નજીક મોરૈયા ગામ બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. બાવળા તરફથી અમદાવાદ તરફ આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર બ્રિજ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. કારમાં કુલ પાંચ યુવક-યુવતીઓ સવાર હતા. તમામ કોલેજમાં ભણતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ અને ઇમરજન્સી સેવા ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ:
દિશાંત પટેલ અને વેદાંશી પટેલ

ઘાયલોના નામ:
ફાલિશ પ્રજાપતિ (ઉંમર 24, રહે. વિંજોલ),
વિવેક દરજી (ઉંમર 23, રહે. મહેમદાવાદ),
સૃષ્ટિ પટેલ
 

AUTHOR
Admin

Admin

Author details are not available.