Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ મેટ્રો ફેઝ-2Aને કેબિનેટ મંજૂરી, 4 એલિવેટેડ-1 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે

Ahmedabad Metro Phase 2A: અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ મેટ્રોલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે.
Admin
AdminUpdated on: 10 Jun 2026 05:06 PM IST
અમદાવાદ મેટ્રો ફેઝ-2Aને કેબિનેટ મંજૂરી, 4 એલિવેટેડ-1 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશેઅમદાવાદ મેટ્રો ફેઝ-2Aને કેબિનેટ મંજૂરી, 4 એલિવેટેડ-1 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે

Ahmedabad Metro Phase 2A: અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ મેટ્રોલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે. 

કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિમીની હશે. જેમાં 4 એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,168 કરોડ છે.

મંજૂર થયેલા કોરિડોરનો રૂટ
કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને એરપોર્ટ. આમાં પાંચ સ્ટેશન હશે અને આ આખો રૂટ 6 કિલોમીટરનો છે.

નવો ફેઝ કાર્યરત થતાં એરપોર્ટ સુધી કેનેક્ટિવિટી મળશે
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2(A)માં આશરે 6.032 કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ પરિવહન સુવિધાનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જોડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.