Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં મેટ્રિમોનિયલ એપ મારફતે છેતરપિંડી, મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને ટાર્ગેટ કરી

Ahmedabad News: અમદાવાદમાં મેટ્રિમોનિયલ એપ પર નકલી ઓળખથી હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 14 Jun 2026 06:29 PM IST
અમદાવાદમાં મેટ્રિમોનિયલ એપ મારફતે છેતરપિંડી, મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને ટાર્ગેટ કરીઅમદાવાદમાં મેટ્રિમોનિયલ એપ મારફતે છેતરપિંડી, મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને ટાર્ગેટ કરી

Ahmedabad News: અમદાવાદમાં મેટ્રિમોનિયલ એપ પર નકલી ઓળખથી હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપીએ આદિત્ય પટેલ નામ ધારણ કરીને પોતાને બિઝનેસમેન તરીકે રજૂ કરી મહિલાઓ સાથે સંપર્ક સાધતો હતો. બાદમાં તપાસ દરમિયાન તેની અસલ ઓળખ ‘કરીમ સિપાઈ’ તરીકે બહાર આવી હોવાનું સામે આવ્યું છે.

આરોપી મહિલાને મળવા માટે પહોંચ્યો ત્યારે તેને રંગેહાથ પકડી લેવાયો હતો. તેની પાસેથી મોબાઈલમાં નકલી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખપત્રો પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી 20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ અને વ્યક્તિગત વિગતો મળી આવી હોવાનું જણાવાયું છે. તેમજ 8,000થી વધુ આપત્તિજનક ફોટા-વીડિયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આરોપી ખાસ કરીને વિધવા અને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં વિધુર હોવાનું દર્શાવવા માટે તેણે પત્નીનું નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનું પણ ખુલાસામાં જણાવાયું છે. સૂત્રો અનુસાર આરોપી પરિણીત છે અને તેના સંતાન પણ હોવાનો ખુલાસો થયો છે.

આ ઘટનાના પગલે મેટ્રિમોનિયલ એપ્સમાં વેરિફિકેશન પ્રક્રિયા વધુ કડક કરવાની માગ ઉઠી છે. જ્યારે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.