Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! ઘુમા બાદ હવે ચાંદખેડા નજીક દેખાયો હોવાનો દાવો

અમદાવાદમાં દીપડાની હલચલને લઈને લોકોમાં ફરી ચિંતા વધી છે. ઘુમા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાના અહેવાલો બાદ હવે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Jul 2026 01:53 PM IST
અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! ઘુમા બાદ હવે ચાંદખેડા નજીક દેખાયો હોવાનો દાવોઅમદાવાદમાં ફરી દીપડાની દહેશત! ઘુમા બાદ હવે ચાંદખેડા નજીક દેખાયો હોવાનો દાવો

અમદાવાદ અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાની ઘટના બાદ હવે ચાંદખેડા નજીકના ઝુંડાલ વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોડી રાત્રે આશરે 2 વાગ્યે ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ તરફ એસ.પી. રિંગ રોડ પર આવેલા માધવ હોમ્સ સામે દીપડો જોવા મળ્યો હતો.

સ્થાનિક કેફે સંચાલકે દીપડાનો ફોટો પાડ્યો હોવાનો પણ દાવો કર્યો છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. મળેલી માહિતીના આધારે ફોરેસ્ટ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યો હોવાના દાવાથી ઝુંડાલ, ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ફોરેસ્ટ વિભાગ દીપડાની હાજરી અંગે તપાસ કરી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.