
અમદાવાદમાં દીપડાની હલચલને લઈને લોકોમાં ફરી ચિંતા વધી છે. ઘુમા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાના અહેવાલો બાદ હવે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઘુમા વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો સોસાયટીમાં આંટાફેરા મારતો CCTVમાં કેદ થતા રહેવાસીઓમાં દહેશત ફેલાઈ છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે અને દીપડાને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.