ગુરુપૂર્ણિમાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ભક્તોનું ઉમડ્યા

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં આજે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીના દિવ્ય દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યારે મંદિર પરિસર ‘જય જગન્નાથ’ના ગગનભેદી નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
Rahul Desai
Rahul Desai
ગુરુપૂર્ણિમાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ભક્તોનું  ઉમડ્યાગુરુપૂર્ણિમાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ભક્તોનું  ઉમડ્યા

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં આજે ભક્તોનું વિરાટ ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.

આ પાવન અવસરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીને અદ્ભુત શૃંગાર ધારણ કરાવવામાં આવ્યો હતો. દિવ્ય શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.

જગન્નાથ મંદિરના પીઠાસીન મહંતશ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે પણ શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ મહંતશ્રીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા અને કંઠી ધારણ કરીને ધન્યતા અનુભવી હતી.

મંદિર પરિસર ‘જય જગન્નાથ’ના ગગનભેદી નાદથી ગૂંજી ઊઠ્યું હતું. દર્શન અને આશીર્વાદ બાદ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.