Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત ATSનો મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, અમદાવાદમાંથી 30.08 લાખની 2.08 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ જપ્ત

Gujarat ATS: ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ દવાઓનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ATSએ કુલ 2,08,000 ટ્રામાડોલ ટેબ્લેટ્સ, જેની અંદાજિત કિંમત ₹30.08 લાખ થાય છે, જપ્ત કરી છે.
Admin
AdminUpdated on: 26 Jun 2026 06:00 PM IST
ગુજરાત ATSનો મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, અમદાવાદમાંથી 30.08 લાખની 2.08 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ જપ્તગુજરાત ATSનો મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, અમદાવાદમાંથી 30.08 લાખની 2.08 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ જપ્ત

Gujarat ATS: ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ દવાઓનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ATSએ કુલ 2,08,000 ટ્રામાડોલ ટેબ્લેટ્સ, જેની અંદાજિત કિંમત ₹30.08 લાખ થાય છે, જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં રહેતો એક શખ્સ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક દવાઓના ધંધા સાથે સંકળાયેલો હતો. ATSને બાતમી મળતા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એક શંકાસ્પદ બસમાં તપાસ કરતાં બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલતા તેમાં TRAMADOL HYDROCHLORIDE I.P. TABLETS 100 MG (SCOVIDOL-100) નામની ટેબ્લેટ્સ મળી આવી હતી.

આ સમગ્ર ઓપરેશન ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. હાલ ATS દ્વારા સમગ્ર સપ્લાય ચેઇન અને આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ATSની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દવા વેચાણના નેટવર્ક સામે મોટો ઝટકો લાગ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.