Get News Alerts

Never miss breaking news updates.

એલિસ બ્રિજ નીચે આવેલા જાહેર પાર્કિંગ પર પોલીસનો કબજો! નાગરિકોને મુશ્કેલી

Ahmedabad Police: શહેરમાં ગુજરાત કોલેજથી એલિસ બ્રિજથી નીચે ઉતરતા બ્રિજ નીચે અમદાવાદ મહાનગરપાલિકાનું પાર્કિંગ સ્થળ આવેલું છે. આ પાર્કિંગ સ્થળ મુખ્યત્વે શહેરીજનો માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ તેની હાલ પરથી એવું કહી શકાય છે કે, આ પાર્કિંગ સ્થળ એલિસ બ્રિજ પોલીસ દ્વારા કબ્જે કરી દેવામાં આવ્યું છે.
Admin
AdminUpdated on: 05 May 2026 03:18 PM IST
એલિસ બ્રિજ નીચે આવેલા જાહેર પાર્કિંગ પર પોલીસનો કબજો! નાગરિકોને મુશ્કેલીએલિસ બ્રિજ નીચે આવેલા જાહેર પાર્કિંગ પર પોલીસનો કબજો! નાગરિકોને મુશ્કેલી

Ahmedabad Police: શહેરમાં ગુજરાત કોલેજથી એલિસ બ્રિજથી નીચે ઉતરતા બ્રિજ નીચે અમદાવાદ મહાનગરપાલિકાનું પાર્કિંગ સ્થળ આવેલું છે. આ પાર્કિંગ સ્થળ મુખ્યત્વે શહેરીજનો માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ તેની હાલ પરથી એવું કહી શકાય છે કે, આ પાર્કિંગ સ્થળ એલિસ બ્રિજ પોલીસ દ્વારા કબ્જે કરી દેવામાં આવ્યું છે.

આ પાર્કિંગના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, અમદાવાદની એલિસ બ્રિજ પોલીસે અહીં ચોરી થયેલા વાહનો, ડિટેઇન કરવામાં આવેલા વાહનો અને અકસ્માતગ્રસ્ત વાહનોનો ખડકલો કર્યો છે. જેના કારણે જાહેર જનતાને પાર્કિંગની મૂળભુત સુવિધાથી વંચિત રહેવું પડે છે.

આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક અને નિંદનીય છે. એક તરફ શહેરમાં પાર્કિંગની તંગીનો મુદ્દો ગંભીર બન્યો છે, ત્યારે બીજી તરફ AMCની માલિકીની જગ્યાનો આ પ્રકારનો દુરુપયોગ નાગરિકોના અધિકારો પર સીધી અસર કરે છે. શું AMC પોતાના જ સંચાલિત પાર્કિંગ પરનો કબજો પાછો મેળવવામાં નિષ્ફળ ગયું છે? કે પછી તંત્ર વચ્ચે કોઈ સમન્વયનો અભાવ છે?

અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, પોલીસ વિભાગ પાસે આવા વાહનો સંગ્રહ માટે અલગ વ્યવસ્થા કેમ નથી? જાહેર સુવિધા માટે બનાવેલા સ્થળને કબજે કરીને તેને ગોડાઉન બનાવી દેવું કોઈપણ રીતે યોગ્ય ઠરી શકે નહીં.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.