કરોડોની છેતરપિંડી મામલે મોટી કાર્યવાહી, એકની ધરપકડ



ફાઇલ તસવીર
કરોડોની છેતરપિંડી મામલે મોટી કાર્યવાહી, એકની ધરપકડ



ફાઇલ તસવીર
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આરોપી મિહિર જિતેન્દ્રકુમાર પરીખની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી લોકોનો વિશ્વાસ જીતવા માટે LICની વિવિધ પોલિસીઓ તથા શેરબજારમાં રોકાણ કરવાના નામે લલચાવતો હતો. ત્યારબાદ વિશ્વાસમાં લઈને તે રોકાણકારો પાસેથી મોટી રકમ એકત્ર કરતો અને પછી છેતરપિંડી આચરતો હતો.
ફરિયાદ અનુસાર, આરોપીએ ફરિયાદીના માતાના બેંક ખાતામાંથી અંદાજે ₹ 26,40,37,372 (છવ્વીસ કરોડ ચાલીસ લાખ સાડત્રીસ હજાર ત્રણસો બોત્તેર રૂપિયા) જેટલી મોટી રકમ હડપી લીધી હતી. આ સમગ્ર કૌભાંડને ઢાંકવા માટે આરોપીએ યુનિયન બેંકની નકલી પાસબુક બનાવી તેમાં ખોટી એન્ટ્રીઓ દાખલ કરી હતી, તેમજ LICની બનાવટી પોલિસીઓ પણ આપી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ એકત્ર કરેલા નાણાં કોઈ પણ પ્રકારના વાસ્તવિક રોકાણમાં મૂક્યા નહોતા, પરંતુ પોતાની વ્યક્તિગત જરૂરિયાતો માટે વાપરી નાખ્યા હતા. પકડાયેલો આરોપી મિહિર જિતેન્દ્રકુમાર પરીખ બોપલ રોડ સ્થિત 'નોર્થ વન' સોસાયટીમાં રહે છે. તેની સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.




