Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. કુરિયર સેવાની આડમાં મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સની હેરાફેરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી પાસેથી કુલ 391.55 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે. જેની અંદાજિત કિંમત 3 કરોડ 91 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.
Admin
AdminUpdated on: 21 Jun 2026 10:16 PM IST
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીની ધરપકડઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. કુરિયર સેવાની આડમાં મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સની હેરાફેરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી પાસેથી કુલ 391.55 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે. જેની અંદાજિત કિંમત 3 કરોડ 91 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી આસુરામ ઉર્ફે અશોકકુમાર હેરતેજી ભાટને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી બેંગલુરુથી કુરિયર મારફતે મેફેડ્રોન મગાવતો હતો. ત્યારબાદ તેની પૂછપરછના આધારે બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાંથી વધુ ડ્રગ્સનો જથ્થો અને પેકિંગ મટિરિયલ પણ મળી આવ્યું હતું. પોલીસે મેફેડ્રોન, બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાન સહિત કુલ 3.91 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનારા અને કુરિયર નેટવર્ક મારફતે આ ગેરકાયદેસર કારોબાર ચલાવનારા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.