Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં CA દંપતીનો કરોડોનો કૌભાંડ! મામાના પરિવારને જ ₹10.36 કરોડનો ચૂનો લગાવ્યાનો આરોપ

અમદાવાદમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દંપતીએ પોતાના જ સગા-સંબંધીઓનો વિશ્વાસ જીતી શેરબજારમાં રોકાણના બહાને ₹10.36 કરોડની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Jun 2026 12:38 PM IST
અમદાવાદમાં CA દંપતીનો કરોડોનો કૌભાંડ! મામાના પરિવારને જ ₹10.36 કરોડનો ચૂનો લગાવ્યાનો આરોપઅમદાવાદમાં CA દંપતીનો કરોડોનો કૌભાંડ! મામાના પરિવારને જ ₹10.36 કરોડનો ચૂનો લગાવ્યાનો આરોપ

 

અમદાવાદ અમદાવાદમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દંપતીએ પોતાના જ સગા-સંબંધીઓનો વિશ્વાસ જીતી શેરબજારમાં રોકાણના બહાને ₹10.36 કરોડની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

ગોતા વિસ્તારમાં રહેતા કૌશલભાઈ વિનોદકુમાર નાયકે ક્રાઈમ બ્રાન્ચની EOW શાખામાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની બહેનનો દીકરો જ્વલિત ઉર્ફે જય અને તેની પત્ની બોસકી બંને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પરિવારના તમામ ઇન્કમ ટેક્સ રિટર્ન, બેંકિંગ અને નાણાકીય કામકાજ વર્ષોથી આ દંપતી સંભાળતું હતું.

આ દરમિયાન આરોપી દંપતીએ શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટો નફો અપાવવાની વાત કરીને પરિવારજનોનો વિશ્વાસ જીત્યો હતો. કૌશલભાઈએ ₹5.91 કરોડ અને અન્ય સંબંધીઓએ ₹4.44 કરોડ મળીને કુલ ₹10.36 કરોડ દંપતીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

મામલો ત્યારે ખુલ્યો જ્યારે કૌશલભાઈ પોતાના પુત્રના વિદેશ અભ્યાસ માટે વિઝા પ્રક્રિયા કરી રહ્યા હતા. બેંક સ્ટેટમેન્ટ માંગતા આરોપી દંપતીએ કથિત રીતે ખોટા દસ્તાવેજો અને બોગસ માહિતી ધરાવતા ઈ-મેઈલ મોકલ્યા હતા. દસ્તાવેજોની તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પરિવારના પાનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે તેમની જાણ બહાર બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવવામાં આવી હતી. ઉપરાંત ખોટા બેંક ખાતા ખોલાવી કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.