અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: શારજાહથી આવેલા મુસાફર પાસેથી ₹60 લાખનું સ્મગલિંગ ગોલ્ડ જપ્ત



અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: શારજાહથી આવેલા મુસાફર પાસેથી ₹60 લાખનું સ્મગલિંગ ગોલ્ડ જપ્ત



અમદાવાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શારજાહથી આવેલા એક મુસાફરને અંદાજે ₹60 લાખ કિંમતનું સોનુ સ્મગલિંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને કસ્ટમ્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે શારજાહથી આવેલી એર અરેબિયાની ફ્લાઈટના એક મુસાફર પર નજર રાખવામાં આવી હતી. મુસાફર ગ્રીન ચેનલ મારફતે એરપોર્ટ બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને અટકાવવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન તેના બે ટ્રોલી બેગની બારીક તપાસ કરતા સોનાની ચેઇન અને ખાસ ડિઝાઇન કરેલા 14 કેરેટ અને 18 કેરેટના સોનાના હૂક્સ મળી આવ્યા હતા.
કસ્ટમ્સ વિભાગે કુલ 600 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ ₹60 લાખ થાય છે. આ મામલે મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સમગ્ર સ્મગલિંગ નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.




