શારજાહથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરતા અંદાજે ₹60 લાખનું સોનુ જપ્ત કર્યું છે. ગુપ્ત માહિતીના આધારે ગ્રીન ચેનલ પર અટકાવાયેલા આ મુસાફર પાસેથી 600 ગ્રામ સોનાની ચેઇન અને ખાસ ડિઝાઇન કરેલા હૂક્સ મળી આવ્યા હતા, જેના કારણે સ્મગલિંગનો મામલો સામે આવ્યો છે.