
અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે ઉનાળાની તીવ્રતા સતત વધતી જઈ રહી છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 42.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જેના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે.

ગુજરાતમાં ઉનાળાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે.