આવતીકાલે અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળશે જળયાત્રા, 108 કળશથી થશે ભગવાનનો જળાભિષેક



આવતીકાલે અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળશે જળયાત્રા, 108 કળશથી થશે ભગવાનનો જળાભિષેક



Ahmedabad Jagannath Rath Yatra 2026 Jal Yatra: આગામી 16 જુલાઈના દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લગતા તમામ પ્રકારના કાર્યો મંદિર, પ્રશાસન, પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે. રથયાત્રા પૂર્વે આવતીકાલે 29 જૂનના રોજ જળયાત્રા યોજવામાં આવશે. જળયાત્રા વર્ષો જૂની પરંપરા છે, આ દિવસે સાબરમતી નદીમાંથી 108 કળશ જળ લાવવામાં આવે છે અને ભગવાનને જળાઅભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન મોસાળ જાય છે.
જળયાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે ખુબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જળયાત્રા આગામી જેઠ સુદ પૂનમના દિવસે એટલે કે આવતીકાલે સોમવારે યોજાશે. ગંગા પૂજન માટે 108 પવિત્ર કળશ તૈયાર કરવામાં આવ્યા છે. જળયાત્રાના દિવસે સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાન જગન્નાથજીને દિવ્ય જળાભિષેક કરવામાં આવશે. ત્યારપછી ભગવાન જગન્નાથ વાજતે-ગાજતે તેમના મોસાળ સરસપુર ખાતે જશે, જ્યાં તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જળયાત્રાનો કાર્યક્રમ
- શોભાયાત્રા પ્રારંભ: સવારે 8.30 કલાકે
- ગંગાપૂજન વિધિ: સવારે 8.30 કલાકે
- મહાજલાભિષેક: સવારે 10.00 કલાકે
- ગજવેશ દર્શન: સવારે 11.00 કલાકે
- મહાપ્રસાદ: સવારે 12.00 કલાકે




