Get News Alerts

Never miss breaking news updates.

અમિત શાહના વરદ્હસ્તે વડસરમાં લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું

ગાંધીનગર જિલ્લાના વડસર ગામે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ટોયોટા કિર્લોસ્કર કંપની દ્વારા નિર્મિત આધુનિક લાઈબ્રેરીનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 May 2026 02:59 PM IST
અમિત શાહના વરદ્હસ્તે વડસરમાં લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યુંઅમિત શાહના વરદ્હસ્તે વડસરમાં લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના વડસર ગામે ટોયોટા કિર્લોસ્કર દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ : અમિત શાહના વરદ્હસ્તે કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જિલ્લાના વડસર ગામ ખાતે ટોયોટા કિર્લોસ્કર કંપની દ્વારા નિર્મિત આધુનિક લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ અવસરે ગાંધીનગર અને કલોલ તાલુકાના 20 ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર તથા ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત સહયોગથી ફેઝ-1 હેઠળ પ્રિફેબ્રિકેટેડ લાઈબ્રેરીઓનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ સાથે જ ફેઝ-2 અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વધુ 40 ગામોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રિફેબ્રિકેટેડ લાઈબ્રેરીઓના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કર વચ્ચે MoU સંપન્ન કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટને ગ્રામ્ય વિસ્તારોના યુવાઓના શૈક્ષણિક સશક્તિકરણ અને જ્ઞાનસ્રોતના વિસ્તરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.