સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPનો ઉગ્ર વિરોધ: યજ્ઞ અને રામધુન સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓમાં વારંવાર થતો વિલંબ, પરિણામ જાહેર કરવામાં થતી મોડાશી, પીએચડી પ્રવેશ અને સંશોધન સંબંધિત સમસ્યાઓ તેમજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળતી અપૂરતી સુવિધાઓ જેવા મુદ્દાઓને લઈને ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસમાં એકત્ર થયા હતા.
Growth Now News
Growth Now News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPનો ઉગ્ર વિરોધ: યજ્ઞ અને રામધુન સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPનો ઉગ્ર વિરોધ: યજ્ઞ અને રામધુન સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓમાં વારંવાર થતો વિલંબ, પરિણામ જાહેર કરવામાં થતી મોડાશી, પીએચડી પ્રવેશ અને સંશોધન સંબંધિત સમસ્યાઓ તેમજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળતી અપૂરતી સુવિધાઓ જેવા મુદ્દાઓને લઈને ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસમાં એકત્ર થયા હતા.

વિરોધને અનોખી રીતે રજૂ કરવા માટે કાર્યકરોએ યુનિવર્સિટી પરિસરમાં યજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેઓ કુલપતિની ચેમ્બર સુધી પહોંચ્યા અને રામધુન ગાઈને પોતાના પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ લાંબા સમયથી મૂળભૂત પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ABVPના અધ્યક્ષ માધવ લોખીલે જણાવ્યું કે, જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. બીજી તરફ કુલપતિ ઉત્પલ જોશીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને ગંભીરતાથી લઈને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

અંતે ABVPના પ્રતિનિધિમંડળે કુલપતિને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી. સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં થોડા સમય માટે ભારે ચહલપહલ અને તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સમગ્ર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.