‘આવારાપન-2’નું ટ્રેલર રિલીઝ, 20 વર્ષ બાદ શિવમ પંડિતના પાત્રમાં ઇમરાન હાશ્મીની ધમાકેદાર વાપસી

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આવારાપન-2’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ 1 મિનિટ 25 સેકન્ડના આ ટ્રેલરમાં 20 વર્ષ બાદ ફરી એકવાર શિવમ પંડિતના પાત્રમાં ઇમરાન હાશ્મીની દમદાર વાપસી જોવા મળે છે.
Growth Now News
Growth Now News
‘આવારાપન-2’નું ટ્રેલર રિલીઝ, 20 વર્ષ બાદ શિવમ પંડિતના પાત્રમાં ઇમરાન હાશ્મીની ધમાકેદાર વાપસી‘આવારાપન-2’નું ટ્રેલર રિલીઝ, 20 વર્ષ બાદ શિવમ પંડિતના પાત્રમાં ઇમરાન હાશ્મીની ધમાકેદાર વાપસી

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આવારાપન-2’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ 1 મિનિટ 25 સેકન્ડના આ ટ્રેલરમાં 20 વર્ષ બાદ ફરી એકવાર શિવમ પંડિતના પાત્રમાં ઇમરાન હાશ્મીની દમદાર વાપસી જોવા મળે છે.

ટ્રેલરમાં શિવમના જીવનમાં રહેલો દર્દ, ગુસ્સો અને બદલો લેવાનો જુસ્સો સ્પષ્ટ જોવા મળે છે. ચહેરા પરના ગંભીર જખમ સાથે શિવમ એક એવા મિશન પર નીકળ્યો છે, જેને કોઈ રોકી શકે તેમ નથી. ટ્રેલરમાં બદલો, માફી અને ભાવનાત્મક સંઘર્ષની દુનિયાને એક્શન સાથે રજૂ કરવામાં આવી છે.

ફિલ્મમાં દિશા પટણી જારાના પાત્રમાં જોવા મળશે, જ્યારે શબાના આઝમી નફીસાની ભૂમિકામાં છે. આ ઉપરાંત પુરાણ ગબ્બી, અનિરુદ્ધ રાવલ, વિક્કી, વિજયંત કોહલી અને અતુલ કુમાર પણ મહત્વની ભૂમિકામાં છે.

‘આવારાપન-2’નું સંગીત પણ ફિલ્મનું મહત્વનું આકર્ષણ છે. ફિલ્મમાં મિથુન, જીત ગાંગુલી, અમાલ મલિક, અંકિત સચદેવ અને વાસિફ અહમદે સંગીત આપ્યું છે. ટ્રેલરમાં રજૂ થયેલું ગીત ‘તેરા મેરા રિશ્તા’ મિથુને કમ્પોઝ કર્યું છે, જેને સાજ ભટ્ટ અને સુબોધ શર્માએ અવાજ આપ્યો છે.

નિતિન કક્કડ દ્વારા દિગ્દર્શિત અને બિલાલ સિદ્દીકી દ્વારા લખાયેલી આ ફિલ્મને મુકેશ ભટ્ટ અને વિશેષ ફિલ્મ્સ રજૂ કરી રહ્યા છે. ‘આવારાપન-2’ 14 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.