Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં કોસંબા નજીક નહેરમાં ડૂબી જતા યુવકનું મોત

કોસંબા નજીક આવેલી નહેરમાં ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા. તે દરમિયાન વસાવા નામનો યુવક અચાનક બેલેન્સ ગુમાવીને પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ મિત્રોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 01:47 PM IST
સુરતમાં કોસંબા નજીક નહેરમાં ડૂબી જતા યુવકનું મોતસુરતમાં કોસંબા નજીક નહેરમાં ડૂબી જતા યુવકનું મોત

સુરત: સુરતમાં કોસંબા નજીક નહેરમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, કોસંબા નજીક આવેલી નહેરમાં ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા. તે દરમિયાન વસાવા નામનો યુવક અચાનક બેલેન્સ ગુમાવીને પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ મિત્રોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

બોરડોલી અને પાનોલી ફાયર ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને લગભગ 30 કલાકની મહેનત બાદ યુવકનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો.

મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના અંગે નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.