સાવરકુંડલામાં યુવક પર હુમલો, સારવાર દરમિયાન મોત



સાવરકુંડલામાં યુવક પર હુમલો, સારવાર દરમિયાન મોત



સાવરકુંડલા સાવરકુંડલા નજીક બાઢડા વિસ્તારમાં એક યુવક પર થયેલા હુમલાના બનાવમાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, બાઢડા વિરાણી હાઈસ્કૂલ નજીક કાલે રાત્રે 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલા બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવકે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને આ હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.




