પીએમ મોદીની વૈશ્વિક કંપનીઓના CEO સાથે કરી બેઠક, ભારતના AI અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની તાકાતનો ઉલ્લેખ કર્યો



પીએમ મોદીની વૈશ્વિક કંપનીઓના CEO સાથે કરી બેઠક, ભારતના AI અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની તાકાતનો ઉલ્લેખ કર્યો



PM Modi Meets Global CEOs: ફ્રાન્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની અગ્રણી કંપનીઓના CEO અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના ઝડપથી વિકસતા મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પીએમ મોદીએ AI ક્ષેત્રની અગ્રણી કંપની મિસ્ટ્રલ AIના કો-ફાઉન્ડર અને CEO આર્થર મેન્શ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતના વિકસતા AI ઇકોસિસ્ટમમાં રહેલી તકો અને સહકારના નવા માર્ગો અંગે ચર્ચા થઈ હતી.
AI ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારીમાં રસ
મિસ્ટ્રલ AIના CEOએ ભારત સાથે સહયોગ વધારવાની અને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરીને AI ક્ષમતાઓના વિકાસમાં યોગદાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ભારતને વૈશ્વિક AI હબ બનાવવાના પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી.
એલ્સ્ટોમ સાથે રેલવે અને મોબિલિટી ક્ષેત્રે ચર્ચા
પીએમ મોદીએ એલ્સ્ટોમના CEO માર્ટિન સિયાન સાથે પણ બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન રેલવે આધુનિકીકરણ અને મોબિલિટી ક્ષેત્રમાં સહકાર વધારવા અંગે ચર્ચા થઈ હતી. વડાપ્રધાને ભારતમાં એલ્સ્ટોમ દ્વારા કરવામાં આવેલા મોટા રોકાણો અને મેન્યુફેક્ચરિંગ એકમોની પ્રશંસા કરી હતી, જે રોજગારી સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કંપનીએ ભારતમાં વધુ રોકાણ અને વિસ્તરણની યોજના પણ રજૂ કરી હતી.
સેન્ટ-ગોબેન સાથે ગ્રીન ડેવલપમેન્ટ પર ફોકસ
સેન્ટ-ગોબેનના ચેરમેન અને CEO બેનોઇટ બાઝિન સાથેની મુલાકાતમાં બાંધકામ અને મટિરિયલ્સ ક્ષેત્રે નવા અવસરો પર ચર્ચા થઈ હતી. ખાસ કરીને ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ભારતમાં સેન્ટ-ગોબેનની મજબૂત હાજરી અને યુવાનો માટે સર્જાતી રોજગારીની તકોની પ્રશંસા કરી હતી. કંપનીએ પણ ભારતમાં વધુ રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.
ભારત-ફ્રાન્સ ભાગીદારી વિશ્વ માટે મહત્વપૂર્ણ
પેરિસ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી વૈશ્વિક પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને બંને દેશો સાથે મળીને અનેક ક્ષેત્રોમાં વિકાસની નવી ગાથા લખી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com


