Get News Alerts

Never miss breaking news updates.

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે રાજીનામાની જાહેરાત કરી, લેબર પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપશે

Keir Starmer Resignation: લંડન: બ્રિટનની રાજનીતિમાં મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર વડાપ્રધાન પદ જ નહીં, પરંતુ લેબર પાર્ટીના નેતા પદેથી પણ હટી જશે. છેલ્લા કેટલાક સમયથી લેબર પાર્ટીના અંદર અસંતોષ વધી રહ્યો હતો. પાર્ટીના 100થી વધુ...
R Gajjar
R GajjarUpdated on: 22 Jun 2026 03:01 PM IST
બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે રાજીનામાની જાહેરાત કરી, લેબર પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપશેબ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે રાજીનામાની જાહેરાત કરી, લેબર પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપશે

AI Generated Images

Keir Starmer Resignation: લંડન: બ્રિટનની રાજનીતિમાં મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર વડાપ્રધાન પદ જ નહીં, પરંતુ લેબર પાર્ટીના નેતા પદેથી પણ હટી જશે. છેલ્લા કેટલાક સમયથી લેબર પાર્ટીના અંદર અસંતોષ વધી રહ્યો હતો. પાર્ટીના 100થી વધુ સાંસદોએ સ્ટાર્મરના નેતૃત્વ સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે તેમના રાજીનામાને લઈને અટકળો તેજ બની હતી. લેબર પાર્ટીમાં વધી રહેલા વિરોધ વચ્ચે કીર સ્ટાર્મરે અનેક વખત એકતા જાળવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આંતરિક વિખવાદથી પાર્ટીને જ નુકસાન થશે. તેમ છતાં પાર્ટીના મોટા વર્ગે તેમના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.

નવા ચહેરા સાથે ચૂંટણીમાં ઉતરશે લેબર પાર્ટી
સ્ટાર્મરના રાજીનામા બાદ હવે લેબર પાર્ટી નવા નેતાની શોધ શરૂ કરશે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આગામી સંસદીય ચૂંટણીમાં પાર્ટી નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરી શકે છે.

એન્ડી બર્નહેમનું નામ ચર્ચામાં
તાજેતરમાં એન્ડી બર્નહેમની વધતી લોકપ્રિયતા અને રાજકીય સક્રિયતાને કારણે તેઓ સ્ટાર્મરના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા હતા. તેમના ઉદય બાદ જ સ્ટાર્મરના નેતૃત્વ પર વધુ દબાણ વધ્યું હોવાનું માનવામાં આવે છે.

નવા PMને આપશે સંપૂર્ણ સહયો
રાજીનામાની જાહેરાત દરમિયાન કીર સ્ટાર્મરે જણાવ્યું કે તેઓ નવા વડાપ્રધાન અને પાર્ટીના નવા નેતાને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપશે. તેમણે લેબર પાર્ટીની સફળતા માટે કામ કરતા રહેવાની પણ ખાતરી આપી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com