“2009થી સતત કામ કર્યું, હવે આરામની જરૂર” : નરેશ પટેલ



“2009થી સતત કામ કર્યું, હવે આરામની જરૂર” : નરેશ પટેલ



રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલએ પત્રકાર પરિષદ સંબોધતા પોતાના આગામી કાર્યકાળ અને ભવિષ્યની ભૂમિકાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “હું વર્ષ 2009થી સતત પ્રવાસ અને સમાજકાર્યમાં વ્યસ્ત રહ્યો છું. હવે 2027 નજીક આવી રહી છે ત્યારે કામમાંથી થોડો આરામ લેવાની વાત કરી છે.”
નરેશભાઈ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મારા બાદ મારા પરિવારનો કોઈ સભ્ય મારી જગ્યા નહીં લે.” સાથે જ તેમણે 2027 બાદ પોતાની નવી ભૂમિકા અંગે કહ્યું કે, “માતાજીની જે ઇચ્છા હશે તે જ થશે.”
આ ઉપરાંત સુરતમાં બીજા ખોડલધામના નિર્માણ અંગે પણ તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ વિષય લોકોની ધાર્મિક લાગણીઓ અને ભાવનાઓ સાથે જોડાયેલો છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.




