Get News Alerts

Never miss breaking news updates.

સાઉથનો આ સુપરસ્ટાર પોતાનાથી 9 વર્ષ નાની અભિનેત્રી સાથે લગ્ન કરશે?

દક્ષિણ અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય સતત હેડલાઇન્સમાં રહે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણન ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો ચોંકી ગયા છે.
Admin
AdminUpdated on: 20 Mar 2026 09:57 AM IST
સાઉથનો આ સુપરસ્ટાર પોતાનાથી 9 વર્ષ નાની અભિનેત્રી સાથે લગ્ન કરશે?સાઉથનો આ સુપરસ્ટાર પોતાનાથી 9 વર્ષ નાની અભિનેત્રી સાથે લગ્ન કરશે?

થલાપતિ વિજયની પત્ની સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી છે, જેમાં તેમના પર એક્સ્ટ્રા મેરિટિયલ અફેર હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હાલ વિજયનું નામ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે જોડાઈ રહ્યું  છે. 

    દક્ષિણના સ્ટાર થલાપતિ વિજયે પોતાની ફિલ્મી કારકિર્દી પછી તમિલ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આજકાલ, તેમનું નામ દરેક જગ્યાએ હેડલાઇન્સમાં છે, પછી ભલે તે ફિલ્મો હોય,રાજકારણને લઈને હોય કે પછી તેમની પર્સનલ લાઈફને લઈને હોય! તમિલનાડુની ચૂંટણી પહેલા, તેમની પત્ની સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડાની અફવાઓ વચ્ચે, તેમનું નામ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે જોડાઈ રહ્યું છે. એવા અહેવાલો છે કે ચૂંટણી પછી બંને લગ્ન કરી શકે છે.

લગ્નની ચર્ચા કેમ થઈ?

થલાપતિ વિજય અને ત્રિશા વચ્ચે પ્રેમ સંબંધની અફવાઓ તેમની ફિલ્મ "લિયો" પછી શરૂ થઈ. ફિલ્મ પછી, તેઓ સોશિયલ મીડિયા પર, જાહેર કાર્યક્રમોમાં અને સેલિબ્રિટી લગ્નોમાં સાથે દેખાવા લાગ્યા. આનાથી ડેટિંગની અફવાઓ ફેલાઈ. વિજયની જેમ, ત્રિશાને પણ રાજકારણમાં ઊંડો રસ છે, જેનાથી તેમના સંબંધો વધારે મજબૂત થયા.થલાપતિ વિજયની પત્ની સંગીતાએ અભિનેતા પર એક્સ્ટ્રા મેરિટિયલ અફેરનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી કરી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિજય છૂટાછેડામાં તેની પત્નીને 200 કરોડનું ભરણપોષણ આપશે. હાલ તો થલાપતિ વિજયની અભિનેત્રી સાથેની મુલાકાતોએ બંનેના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયામાં વધારી દીધી છે.આ સમાચાર સાંભળીને તેમના ચાહકો ચોંકી ગયા છે.

એક તરફ, થલાપતિ વિજયના લગ્ન તૂટી જવાની આરે છે. બીજી તરફ, ત્રિશા કૃષ્ણને 11 વર્ષ પહેલાં તેની સગાઈ તોડી નાખી હતી. 2015 માં, ત્રિશાએ ચેન્નાઈના ઉદ્યોગપતિ વરુણ મનિયન સાથે સગાઈ કરી હતી પણ પાંચ મહિના પછી તેમણે તેમની સગાઈ તોડી નાખી હતી. . 

 વિજય અને ત્રિશા ક્યારે તેમના સંબંધોને સત્તાવાર બનાવશે તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. બંનેમાંથી કોઈએ હજુ સુધી આ વિશે કંઈ કહ્યું નથી.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.