ગ્રીન સિગ્નલ સાથે શેરમાર્કેટ બંધ, સેન્સેક્સમાં 1205નો વધારો તો નિફ્ટી 23300ને પાર



ગ્રીન સિગ્નલ સાથે શેરમાર્કેટ બંધ, સેન્સેક્સમાં 1205નો વધારો તો નિફ્ટી 23300ને પાર



Wednesday Sharemarket Update: બુધવારે એટલે કે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર ગ્રીન બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિફ્ટી લગભગ બે ટકા વધ્યા છે. 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,205 પોઈન્ટ અથવા 1.63 ટકા વધીને 75,273.45 પર બંધ થયો છે તો 50 શેર ધરાવતો NSE નિફ્ટી 394.05 પોઈન્ટ અથવા 1.72 ટકા વધીને 23,306.45 પર બંધ થયો છે.
નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજાર સાવચેતીભર્યું આશાવાદ અનુભવી રહ્યું છે. બજાર નિષ્ણાતો માને છે કે, સકારાત્મક સંકેતો હોવા છતાં રોકાણકારો ભૂ-રાજકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.
બેંકિંગ અને બજાર નિષ્ણાત અજય બગ્ગાએ જણાવ્યું હતું કે, આગામી દિવસે બજારમાં રજા હોવાથી રોકાણકારો સાવચેત રહેશે અને અસ્થિરતા ચાલુ રહી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક શાંતિની આશા વચ્ચે બજારો ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં છે અને કોઈપણ નિવેદન સામે આવતા માર્કેટમાં હલનચલન જોવા મળી રહી છે.
તેમણે ઉમેર્યું કે, પરિસ્થિતિ હજુ પણ ઝડપથી બદલાઈ રહી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઇલ હુમલા ચાલુ છે, જ્યારે અમેરિકા આ ક્ષેત્રમાં તેના સૈનિકોની જમાવટ વધારી રહ્યું છે. તેથી, બજારો ફક્ત નિવેદનો કરતાં વાસ્તવિક હિલચાલ પર નજર રાખશે.




