સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદના આક્ષેપો, પોરબંદર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીના ગંભીર નિવેદનો



સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદના આક્ષેપો, પોરબંદર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીના ગંભીર નિવેદનો



રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદના આક્ષેપો, પોરબંદર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીના ગંભીર નિવેદનો રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)માં પરિવારવાદના મુદ્દે વિવાદ ગરમાયો છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી કિરીટભાઈ સવજાણી મીડિયા સમક્ષ આવીને એસોસિએશનની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
કિરીટભાઈ સવજાણીના જણાવ્યા મુજબ વર્ષોથી SCAમાં નવી સદસ્યતા બંધ છે અને માત્ર વારસાઈ આધારે જ સભ્યતા આપવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલી લગભગ 20 ક્રિકેટ એસોસિએશનને સભ્ય કેમ બનાવવામાં નથી આવતી.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો વહીવટ શાહ, કામદાર અને દોષી પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ક્રિકેટના વિકાસને બદલે અન્ય પ્રકારના હિતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
કિરીટભાઈ સવજાણીએ દાવો કર્યો કે આ મામલે નિવૃત્ત ન્યાયાધીશ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ તેમણે SCAનું માઇક્રો ઓડિટ કરવામાં આવે અને તમામ 20 ક્રિકેટ એસોસિએશનને સભ્યતા આપવામાં આવે તેવી માંગ કરી છે.




