Get News Alerts

Never miss breaking news updates.

દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની યાદમાં ટ્રસ્ટની સ્થાપના, પુત્ર ઋષભે કરી જાહેરાત

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગત વર્ષે થયેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાને 12મી તારીખે એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત નીપજ્યું હતું. ત્યારે દુર્ઘટનાની વરસી પૂર્વે ઋષભ વિજય રૂપાણીની મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.
Admin
AdminUpdated on: 09 Jun 2026 05:44 PM IST
દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની યાદમાં ટ્રસ્ટની સ્થાપના, પુત્ર ઋષભે કરી જાહેરાતદિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની યાદમાં ટ્રસ્ટની સ્થાપના, પુત્ર ઋષભે કરી જાહેરાત

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગત વર્ષે થયેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાને 12મી તારીખે એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત નીપજ્યું હતું. ત્યારે દુર્ઘટનાની વરસી પૂર્વે ઋષભ વિજય રૂપાણીની મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

દિવંગત વિજય રૂપાણીની યાદમાં ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. જેનું નામ ‘વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન’ છે. ઋષભ રૂપાણીએ ગોઝારી ઘટનામાં અવસાન પામેલા તમામ મુસાફરને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ત્યારે આગામી 13 અને 14 જૂનના રોજ રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?
12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉડી હતી. વિમાન Boeing 787-8 Dreamliner હતું. ટેકઓફ થયા બાદ અંદાજે 30-35 સેકન્ડમાં જ વિમાન ઊંચાઈ ગુમાવીને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જેમાં 242 મુસાફરો સહિત ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી 241 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 1 મુસાફરનો જીવ બચી ગયો હતો.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.