TVKની ઐતિહાસિક જીત બાદ વિજય મુખ્યમંત્રી બન્યા
તમિલનાડુની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અભિનેતા પરથી રાજકારણી બનેલા વિજયે રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. TVK પાર્ટીની ઐતિહાસિક જીત બાદ વિજયે સત્તા સંભાળી અને શપથ બાદ જ 200 યુનિટ મફત વીજળીના વચનને અમલમાં મૂકતો પહેલો નિર્ણય કર્યો.

Rahul DesaiUpdated on: 10 May 2026 11:52 AM IST

TVKની ઐતિહાસિક જીત બાદ વિજય મુખ્યમંત્રી બન્યા
તમિલનાડુની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અભિનેતા પરથી રાજકારણી બનેલા વિજયે રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. TVK પાર્ટીની ઐતિહાસિક જીત બાદ વિજયે સત્તા સંભાળી અને શપથ બાદ જ 200 યુનિટ મફત વીજળીના વચનને અમલમાં મૂકતો પહેલો નિર્ણય કર્યો.

Rahul Desai
Updated on: 10 May 2026 11:52 AM IST

ચેન્નઈ: અભિનેતા પરથી રાજકારણી બનેલા વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. TVK પાર્ટીના વડા વિજયે તમિલ ભાષામાં શપથ લીધા, પરંતુ શપથ દરમિયાન તેઓ નિર્ધારિત લખાણ સિવાય ભાષણ આપવા લાગતા રાજ્યપાલ આર.એન. અર્લેકરે તેમને રોક્યા અને માત્ર શપથપત્રમાં લખેલી લાઈન વાંચવા જણાવ્યું. ત્યારબાદ વિજયે શાંતિથી શપથ પૂર્ણ કર્યા.
વિજય સાથે તેમના મંત્રીમંડળના 9 મંત્રીઓએ પણ શપથ લીધા. TVKએ પ્રથમ જ વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતી હતી અને સાથી પક્ષોના સમર્થન સાથે બહુમતીનો આંકડો પાર કર્યો છે. ખાસ વાત એ છે કે તમિલનાડુમાં લગભગ 60 વર્ષ બાદ કોઈ બિન-દ્રવિડ પક્ષનો મુખ્યમંત્રી બન્યો છે.
શપથ લીધા બાદ વિજયે 200 યુનિટ મફત વીજળી આપવાના વચન સંબંધિત પ્રથમ ફાઈલ પર સહી કરીને સરકારની શરૂઆત કરી.
AUTHOR