વાપીના સ્ટેશન રોડ પર લક્ષ્મી રેસ્ટોરન્ટ નજીક આગ, કોઈ જાનહાનિ નહીં



વાપીના સ્ટેશન રોડ પર લક્ષ્મી રેસ્ટોરન્ટ નજીક આગ, કોઈ જાનહાનિ નહીં



Valsad News: વલસાડના વાપીમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાપીના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં લક્ષ્મી રેસ્ટોરન્ટ નજીક આવેલી બે દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી આસપાસની અન્ય ઇમારતોને નુકસાન થતું અટકાવવામાં આવ્યું છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં ઘટનાસ્થળે વધુ તપાસ અને નુકસાનના આંકલનની કામગીરી ચાલી રહી છે.




