Get News Alerts

Never miss breaking news updates.

વલસાડમાં ગઈકાલે જ બનાવેલો રોડ પીગળ્યો, સ્થાનિકોને મુશ્કેલી પડતા રોષ

Valsad News: વલસાડ શહેરમાં તાજેતરમાં બનાવવામાં આવેલ રોડ માત્ર 33 ડિગ્રી તાપમાનમાં જ પીગળતા આશ્ચર્ય અને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાત્રિના સમયે બનાવવામાં આવેલ આ રોડ બપોરે ગરમી પડતાં જ ખરાબ થઈ ગયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 10:25 PM IST
વલસાડમાં ગઈકાલે જ બનાવેલો રોડ પીગળ્યો, સ્થાનિકોને મુશ્કેલી પડતા રોષવલસાડમાં ગઈકાલે જ બનાવેલો રોડ પીગળ્યો, સ્થાનિકોને મુશ્કેલી પડતા રોષ

Valsad News: વલસાડ શહેરમાં તાજેતરમાં બનાવવામાં આવેલ રોડ માત્ર 33 ડિગ્રી તાપમાનમાં જ પીગળતા આશ્ચર્ય અને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાત્રિના સમયે બનાવવામાં આવેલ આ રોડ બપોરે ગરમી પડતાં જ ખરાબ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, દીક્ષિત મહોલ્લો, કસ્તુરબા હોસ્પિટલ રોડ, લોટસ હોસ્પિટલ રોડ, અંબામાતા વિસ્તાર તથા લોહાણા સમાજ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ માત્ર એક જ દિવસમાં રોડ પીગળી જતા સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે.

રોડ પીગળી જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સ્થાનિકોની માંગ છે કે આ રોડની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ગુણવત્તા યોગ્ય ન હોવાનું જણાય તો ફરીથી મજબૂત અને ટકાઉ રોડ બનાવવામાં આવે. હાલમાં સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.