Get News Alerts

Never miss breaking news updates.

વડોદરા: સયાજીગંજ હોટેલમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો, યુવતીનો દુપટ્ટો અને ID કાર્ડ મળ્યાં

વડોદરા શહેરમાં સયાજીગંજ એક હોટલમાં એક યુવક ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ હતુ. યુવકના પાસેથી યુવતીનું વોટર આઈડી કાર્ડ મળી આવ્યુ હતુ. યુવક પંચમહાલનો રહેવાસી જાણવામાં આવી રહ્યુ છે. પોલીસ દ્વારા તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 07 Apr 2026 01:15 PM IST
વડોદરા: સયાજીગંજ હોટેલમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો, યુવતીનો દુપટ્ટો અને ID કાર્ડ મળ્યાંવડોદરા: સયાજીગંજ હોટેલમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો, યુવતીનો દુપટ્ટો અને ID કાર્ડ મળ્યાં

વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સયાજીગંજ વિસ્તારમાંથી સાઈ કૃપા હોટેલમાં એક યુવકે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. મૃતકની બેગમાંથી યુવતીનું આઈડી કાર્ડ અને આપઘાત માટે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

મૃતક યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી છે જે જયેન્દ્રકુમાર લુહાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જયેન્દ્રકુમાર ગત સોમવારે સવારે 8 વાગ્યે હોટેલમાં રોકાયા હતા. નિયમ મુજબ તેમણે સોમવારે સવારે ચેક આઉટ કરવાનું હતુ પરંતુ તેઓ રૂપની બહાર ન નીકળતા હોટલે સ્ટાફને શંકા ગઈ હતી વારવાર દસ્ક્ત આપવા છતા રૂમન ખુલતા અંતે ફાયર બિગ્રેડની ટીમને બોલાવવામાં આવી હતી ફાયરની બ્રિગેટની ટીમે દરવાજો તોડીને અંદર તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.


સયાજીગંજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. જેમાં કેટલાક ચોકાવનારા મુદ્દાઓ સામે આવ્યા છે. જેમા યુવકે આપઘાત કર્યો ત્યારે એક યુવતીનો વોટર આઈડી કાર્ડ અને જે દુપટ્ટાથી તેને આત્મહત્યા કરી હતી તે એક યુવતીનો દુપટ્ટો હતો તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.