Get News Alerts

Never miss breaking news updates.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે

16 મેના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાશે. આ દરમિયાન તેઓ ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાનના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ સાથે સંવાદ પણ કરશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 May 2026 05:08 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસેકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે

ફાઈલ ફોટો

ગાંધીનગર :કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 16 અને 17 મે દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. તેઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા તેમજ લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમોમાં ભાગ લેશે.

16 મેના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાશે. આ દરમિયાન તેઓ ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાનના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ સાથે સંવાદ પણ કરશે.

આ ઉપરાંત, તેઓ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિધાનસભા વિસ્તારોના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને સ્થાનિક સ્તરના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરશે.

17 મેના રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ તેમજ નવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત યોજાશે.

આ સમગ્ર પ્રવાસને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.