હળવદ નજીક નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યાં, દુર્ઘટનાથી હાહાકાર
બંને બાળકો તમિલનાડુના રહેવાસી હતા અને પોતાના પિતા સાથે મોરબી જઈ રહ્યા હતા. આ દરમિયાન માનસર નજીક કેનાલ પાસે ઘટના બની હતી, જેમાં બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Rahul DesaiUpdated on: 30 Apr 2026 03:00 PM IST

હળવદ નજીક નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યાં, દુર્ઘટનાથી હાહાકાર
બંને બાળકો તમિલનાડુના રહેવાસી હતા અને પોતાના પિતા સાથે મોરબી જઈ રહ્યા હતા. આ દરમિયાન માનસર નજીક કેનાલ પાસે ઘટના બની હતી, જેમાં બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Rahul Desai
Updated on: 30 Apr 2026 03:00 PM IST

હળવદ નજીક માનસર પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબી જતા દુર્ઘટના સર્જાઈ છે.
મળતી માહિતી મુજબ, બંને બાળકો તમિલનાડુના રહેવાસી હતા અને પોતાના પિતા સાથે મોરબી જઈ રહ્યા હતા. આ દરમિયાન માનસર નજીક કેનાલ પાસે ઘટના બની હતી, જેમાં બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને શોધખોળ કામગીરી શરૂ કરી છે.
આ બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
AUTHOR