Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ: ગેરકાયદે રહેતી હોવાનો ખુલાસો થયો

રાજકોટમાં ગેરકાયદેસર રહેતી બે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ બે મહિલા છેલ્લા 8 વર્ષથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી હતી. શરૂઆતની વર્ષોમાં સુરતમાં રહેતી હતી. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં વસવાટ કરી હતી. પોલીસ દ્વારા છેલ્લા 10 મહિનાથી ગેરકાયેસર રહેતા વિદેશી નાગરીકોને શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. ખાલી ફેબ્રુઆરીમાં જ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 01:37 PM IST
રાજકોટમાં બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ: ગેરકાયદે રહેતી હોવાનો ખુલાસો થયોરાજકોટમાં બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ: ગેરકાયદે રહેતી હોવાનો ખુલાસો થયો

AI Image

રાજકોટ: રાજકોટ પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા શહેરમાં ગેરકાયદે રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી.

રાજ્ય ગૃહ વિભાગના નિર્દેશ હેઠળ છેલ્લા 10 મહિનાથી ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોની શોધખોળ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાન હેઠળ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ચાર બાંગ્લાદેશી મહિલાઓને પણ ઝડપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, રૈયા ચોકડી વિસ્તારમાં બે શંકાસ્પદ મહિલાઓ રહેતી હોવાની જાણ એક નાગરિકે હેલ્પલાઇન મારફતે કરી હતી. જેના આધારે SOG ટીમે છેલ્લા એક અઠવાડિયાથી દેખરેખ રાખી તપાસ હાથ ધરી હતી.

પકડાયેલી મહિલાઓ પાસે ભારતીય નાગરિકતા દર્શાવતા કોઈ માન્ય દસ્તાવેજો ન મળતા તેમને કસ્ટડીમાં લઈને સ્થાનિક પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક પૂછપરછમાં બંને મહિલાઓએ આશરે આઠ વર્ષ પહેલા ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કરી છે. તેઓ પહેલા 6-7 વર્ષ સુધી સુરતમાં રહેતી હતી અને છેલ્લા દોઢ વર્ષથી રાજકોટના રૈયા ચોકડી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં રાખી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે તેમજ તેમના ડિપોર્ટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.