બહુચરાજી–મોઢેરા રોડ પર ટ્રકનો કહેર: 2 પદયાત્રીઓના મોત, અનેક ઘાયલ; ડ્રાઈવર ફરાર



AI Image
બહુચરાજી–મોઢેરા રોડ પર ટ્રકનો કહેર: 2 પદયાત્રીઓના મોત, અનેક ઘાયલ; ડ્રાઈવર ફરાર



AI Image
બહુચરાજી–મોઢેરા રોડ પર ટ્રકનો કહેર: 2 પદયાત્રીઓના મોત, અનેક ઘાયલ; ડ્રાઈવર ફરાર
બહુચરાજી મંદિર તરફ જઈ રહેલા પદયાત્રીઓ પર આજે બહુચરાજી–મોઢેરા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પદયાત્રીઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને રોષનો માહોલ સર્જાયો હતો.
પાટણમાંથી પદયાત્રીઓનો સંઘ બહુચરાજી ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન તેઓ બહુચરાજીથી મોઢેરા રોડ પર આગળ વધી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે અચાનક પદયાત્રીઓને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બે યાત્રીઓનું સ્થળ પર જ મોત થયું હતું.
અકસ્મતમાં અન્ય અનેક યાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બાદ પદયાત્રીઓ અને સ્થાનિકોએ ટ્રક ચાલકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક ટ્રક મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે ટ્રક કબજે કરી લીધો છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન હંકારીને આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અકસ્માત માટે જવાબદાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.




