Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રીપલ અકસ્માત: 2 લોકોનાં મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

રાજકોટ - અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત થયો હતો. અકસ્માતમાં અમદાવાદના બે લોકોના મોત થયા હતા. અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજા થતા તેમને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 20 Mar 2026 03:00 PM IST
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રીપલ અકસ્માત: 2 લોકોનાં મોત, 3 ગંભીર ઈજાગ્રસ્તરાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રીપલ અકસ્માત: 2 લોકોનાં મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ટ્રીપલ અકસ્માત થયો છે. ચોટીલાથી આશરે 7 કિલોમીટર દૂર સ્વિફ્ટ, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત  થયો છે આ અકસ્માતમાં અમદાવાદના બે લોકોના ઘટના સ્થળ પર મોત થયા છે. બાકીના ત્રણ લોકો ગંભીર ઈજા થતા નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

અમદાવાદના સૈજપુર વિસ્તારના ઠાકોર પરિવારના ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યારે દર્શન કરીને પાછા ફરતા ચોટીલા પાસે એક ટ્રકની પાછળ પીકઅપ વાન અને તેની પાછળ પૂરઝડપથી આવેલી સ્વિફ્ટ કાર અથડાઈ હતી. તેના લીધે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળ પર સોનાલીબેન ઠાકોર અને આશિષન ઠાકોર તેમનુ ઘટના સ્થળ પર મોત થયુ હતુ. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. 
આ અકસ્માત થયો ત્યારે ત્યાના આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને તેમને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા જે લોકો મોત થયા હતા તેમનુ મૃતદેહ માટે પોસ્ટમોર્ટમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.