Get News Alerts

Never miss breaking news updates.

આણંદમાં કરુણ ઘટના: કરનેટપુરા તળાવમાં 40 વર્ષીય વ્યક્તિનું ડૂબી જવાથી મોત

આણંદ જિલ્લાના આસોદર ગામના કરનેટપુરા તળાવમાં બનેલી આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. 40 વર્ષીય વ્યક્તિના ડૂબી જવાની ઘટનાથી ગામમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 03:26 PM IST
આણંદમાં કરુણ ઘટના: કરનેટપુરા તળાવમાં 40 વર્ષીય વ્યક્તિનું ડૂબી જવાથી મોતઆણંદમાં કરુણ ઘટના: કરનેટપુરા તળાવમાં 40 વર્ષીય વ્યક્તિનું ડૂબી જવાથી મોત

આણંદ : આણંદ જિલ્લાના આસોદર ગામના કરનેટપુરા તળાવમાં 40 વર્ષીય વ્યક્તિના ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે.

આંકલાવ પોલીસને ઘટનાની જાણ થતા જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.

બોટ અને અંડરવોટર કેમેરાની મદદથી 10 જેટલા તરવૈયાઓ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ઘણા સમયની શોધખોળ બાદ વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મૃતકની ઓળખ જયંતીભાઈ જેણાભાઈ ગોહેલ તરીકે થઈ છે, જે આસોદર ગામના કરનેટપુરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.