Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં કરુણ ઘટના: અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડતાં મોત

અમદાવાદમાં માતાની બેદરકારીના લીધે અઢી વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી જતા મોત થયુ છે. તેના કારણે બાળકીના પિતાએ પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જ્યારે પત્નીએ કહ્યુ હતુ કે બાળકી મારા હાથમાંથી સરકીને પાણીની ટાંકીમાં પડી ગઈ ત્યારે હુ ખુબ ડરી ગઈ હતી તેવામાં મે પાણીની ટાંકી ઉપર ઢાંકણુ મુકી દીધુ હતુ. જેના કારણે બાળકીનું મોત થયુ હતુ. તેને લઈને પોલીસ પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 28 Mar 2026 02:34 PM IST
અમદાવાદમાં કરુણ ઘટના: અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડતાં મોતઅમદાવાદમાં કરુણ ઘટના: અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડતાં મોત

AI Image

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અઢી મહિનાની માસૂમ બાળકીનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત થયું છે. આ મામલે બાળકીના પિતાએ પોતાની પત્ની સામે બેદરકારીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી મુજબ, અમરાઈવાડીમાં રહેતા દિપકભાઈ મકવાણાની અઢી મહિનાની દીકરી ઘરે જ પાણીની ટાંકીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટના સમયે પિતા ઓફિસના કામે બહાર ગયા હતા. દરમિયાન પડોશીઓ દ્વારા તેમને ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવવામાં આવ્યા હતા.

પિતા ઘરે પહોંચ્યા ત્યારે બાળકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ મામલે પિતાએ પોતાની પત્ની સાથે પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પત્નીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તે ધાબા પર કામ કરતી હતી ત્યારે તેના હાથમાંથી બાળકી સરકી ગઈ હતી અને પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ઘટનાથી ગભરાઈ જઈ તેણે ટાંકી પર ઢાંકણ મૂકી દીધું હતું.

પિતાનો આક્ષેપ છે કે પત્નીની બેદરકારી અને સત્ય છુપાવવાના કારણે બાળકીનું મોત થયું છે. જેના આધારે પોલીસે માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.