Get News Alerts

Never miss breaking news updates.

પાસોદરા ગઢપુર રોડ પર ટ્રક સાથે અકસ્માત થતા રત્નકલાકારનું કરૂણ મોત

સુરતના પાસોદરા ગઢપુર રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પરથી કાબુ ગુમાવનાર રત્નકલાકાર ટ્રક નીચે આવી જતા માથું કચડાઈ ગયું હતું અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 04:43 PM IST
પાસોદરા ગઢપુર રોડ પર ટ્રક સાથે અકસ્માત થતા રત્નકલાકારનું કરૂણ મોતપાસોદરા ગઢપુર રોડ પર ટ્રક સાથે અકસ્માત થતા રત્નકલાકારનું કરૂણ મોત

સુરત સુરતના પાસોદરા ગઢપુર રોડ પર સર્જન લક્ઝરીયા સામે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રત્નકલાકાર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઈક પરથી કાબુ ગુમાવતા તેઓ ટ્રક નીચે આવી ગયા હતા.

મૃતકની ઓળખ 36 વર્ષીય મયુરભાઈ બાબુભાઈ ગાબાણી તરીકે થઈ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.