Get News Alerts

Never miss breaking news updates.

વાડજમાં બેફામ ડમ્પરનો આતંક: રસ્તા પર ચાલતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં વાડજમાં વહેલી સવારે ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લીતા રાહદારીનું ઘટના સ્થળ પર મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અને આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ઘરની બહાર ચા પીવા નીકળ્યા હતા. ત્યારે પોતાના ઘરે પરત ફરતા ડમ્પર ચાલક ફૂલ સ્પીડમાં આવતા ગંભીર અકસ્માત થતા તેમનું ઘટના સ્થળ પર મોત થયુ હતુ. આ વાતની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 25 Mar 2026 11:47 AM IST
વાડજમાં બેફામ ડમ્પરનો આતંક: રસ્તા પર ચાલતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોતવાડજમાં બેફામ ડમ્પરનો આતંક: રસ્તા પર ચાલતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના વાડજ વિસ્તારમાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ દોડતા ડમ્પરે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

વાડજ સર્કલ નજીક આવેલા હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ઘરની બહાર ચા પીવા માટે નીકળ્યા હતા. ચા પીધા બાદ તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક પૂરઝડપે આવી રહેલા ડમ્પરે તેમને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ધીરજભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ડમ્પર ચાલક  રોકવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. કેટલાક યુવાનોએ પોતાના ટુ-વ્હીલર પર ડમ્પરનો પીછો પણ કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલક ઝડપથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ બનાવને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ડમ્પરનો નંબર ટ્રેસ કરવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકને ઝડપવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.