Get News Alerts

Never miss breaking news updates.

કરજણમાં કિશોરની હત્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે મૃતદેહ મળતા ચકચાર

કરજણ પાસે બોડકા ગામની સીમમાં એક કિશોરની લાશ મળતા ચકચાર મચી ગયા છે. પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસ કરતા ખબર પડી કે આ મૃતક ઓળખ હર્ષ રાઠોડિયા તરીકે કરવામાં આવી છે. આ ઘટના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક બની હોવાનું સામે આવ્યુ હતુ. મૃતકના પરિવારને આ વાતની જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Apr 2026 02:17 PM IST
કરજણમાં કિશોરની હત્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે મૃતદેહ મળતા ચકચારકરજણમાં કિશોરની હત્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે મૃતદેહ મળતા ચકચાર

કરજણ કરજણ તાલુકાના બોડકા ગામની સીમમાં મોડી રાત્રે એક કિશોરનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ બોડકા ગામના હર્ષદ રાઠોડિયા તરીકે કરવામાં આવી છે. ઘટના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક બની હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

માહિતી મુજબ, હર્ષદ રાઠોડિયાનો મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળતા તાત્કાલિક કરજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. કિશોરની હત્યા અજાણ્યા શખ્સોએ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમની મદદથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં તપાસ તેમજ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી શકે.

પોલીસે જણાવ્યું કે આ કેસમાં તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી સાથે સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.